એકાઉન્ટ શાખા વિષે રાજય ચૂંટણી પંચના મંજુર થયેલ મહેકમ પરના અધિકારી/કર્મચારીઓની સેવા વિષયક તમામ બાબતોની કામગીરી મહેકમ શાખા દ્વારા કરવામાં આવે છે. કચેરીના તમામ પ્રકારના ખર્ચના હિસાબની કામગીરી હિસાબી શાખા સંભાળે છે. કચેરીમાં આવતા તમામ પ્રકારના (જે તે અધિકારીશ્રીઓને અને શાખાઓને મોકલવાના) તથા કચેરી દ્વારા મોકલવામાં આવતા પત્રોની આવક-જાવક રજીસ્ટરે નોંધ કરી તે અંગેના ખર્ચનો હિસાબ રાખવાની કામગીરી રજીસ્ટ્રી શાખા દ્વારા કરવામાં આવે છે. કચેરીની જરૂરીયાત અનુસારની તમામ પ્રકારની સ્ટેશનરી/ઇન્વેન્ટરી/કન્ઝ્યુમેબલ્સ આઇટેમ્સ/વાહન/ફર્નિચર/કોમ્પ્યુટર્સ તથા અન્ય પેરીફેરીયલ્સ તેમજ ચૂંટણીલક્ષી ઇ.વી.એમ.પાવરપેક વિગેરે ખરીદવાની તેમજ ચૂંટણીલક્ષી તમામ પ્રકારના સાહિત્યના છાપકામની કામગીરી શાખા દ્વારા કરવામાં આવે છે. શાખાની પ્રવૃત્તિઓ તમામ પ્રકારની સ્ટેશનરી/ઇન્વેન્ટરી/કન્ઝ્યુમેબલ્સ આઇટમ્સની ખરીદી અને ફાળવણી. સ્ટેશનરી/ ઇન્વેન્ટરી રજીસ્ટર નિભાવણી. કચેરીની જરૂરીયાત મુજબના ફર્નિચર, ફેક્ષ, ઝેરોક્ષ મશીન અને કોમ્પ્યુટર્સ તથા અન્ય પેરીફેરીયલ્સની ખરીદી તેમજ રીપેરીંગની કામગીરી. વાહન ખરીદી, વીમાની તેમજ રીપેરીંગની કામગીરી, વાહનની હીસ્ટ્રીબુકની નિભાવણી. ઇલેકટ્રોનીક વોટીંગ મશીનની ફાળવણી તથા તે સંબંધી જરૂરી સૂચનાઓ બહાર પાડવાની કામગીરી. ચૂંટણીલક્ષી તમામ પ્રકારનું સાહિત્ય (જેવી કે, આર.ઓ.હેન્ડબુક/ઇ.વી.એમ.માર્ગદર્શિકા/ફોમર્સ/ પ્રિસાઇડીંગ ઓફિસરની માર્ગદર્શિકા વિગેરે) છપાવવા તથા ફાળવવાની કામગીરી. મતપત્રો છાપકામ માટે ભાવોની ......... લીમીટ નક્કી કરવા. સીક્રેટ સીલ/ પેપર સીલ/ સ્ટ્રીપ સીલની છાપકામ તથા ફાળવણીની કામગીરી. એડવોકેટની પેનલની નિયુકિત તથા ફીના ધોરણો નક્કી કરવા. એડવોકેટની નિમણૂંક તથા વકીલ ફીની ચૂકવણીની કામગીરી. સંપર્ક અધિકારી નામ : શ્રી આરએન પ્રજાપતિ હોદ્દો : હિસાબી અધિકારી સરનામું : રાજ્ય ચૂંટણી પંચ, સરદાર પટેલ ભવન, સેકટર નં 10,બ્લોક 9, 6 ઠ્ઠો માળ, ગાંધીનગર, ગુજરાત ફોન નંબર : 079-23251236 ફેકસ નંબર : 079-23252307 સ્ત્રોત: રાજ્ય ચૂંટણી આયોગ, ગુજરાત