એકમ 5 વિષે ગ્રામ પંચાયત/તાલુકા પંચાયત/જિલ્લા પંચાયત વોર્ડ/મતદાર વિભાગ રચના અંગેની દરખાસ્ત તેમજ નગરપાલિકા/મહાનગરપાલિકાની વોર્ડ રચના, સીમાંકન અને બેઠક ફાળવણીની દરખાસ્ત અંગે જિલ્લામાં માર્ગદર્શન અને દેખરેખ. ચૂંટણી જાહેર થયે ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન તમામ તબક્કે દેખરેખ અને માર્ગદર્શન તટસ્થ અને ન્યાયી પ્રક્રિયા માટે તમામ પગલા. ચૂંટણી સમયે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ ચૂંટણી પરિણામ તૈયાર કરવા અંગે માર્ગદર્શન અને દેખરેખ મતદાર યાદી ચકાસણી - દેખરેખ આચાર સંહિતાનો અસરકારક અમલીકરણ શાખાની પ્રવૃત્તિઓ ગુજરાત પંચાયત અધિનિયમની કલમ – ૯ (ગ્રામ પંચાયતોની રચના જેના અધિકાર પં. વિ.જાહેરનામા કેપી-૧૯૧-ડીઇઓ-૧૦૯૪-૧૨૪૬ જે. તા. ૨૬-૭-૯૪ થી અધિકાર જિલ્લા કલેકટરશ્રીને સુપ્રત કરવામાં આવેલ છે. તે અંગે ગામ પંચાયતની રચના અંગે માર્ગદર્શન સુપરવીઝનની કામગીરી ગુજરાત પંચાયત અધિનિયમની કલમ-૧૦ (તાલુકા પંચાયતની રચના) તેમજ કલમ-૧૧ (જિલ્લા પંચાયતની રચના) અન્વયે બેઠકો નિયત થયે કલમ-૧૬ અને તે સંબંધિત નિયમોની જોગવાઇ અનુસાર જિલ્લા પંચાયત/તાલુકા પંચાયત મતદાર વિભાગોની રચના અને બેઠક ફાળવણી અંગેની કામગીરી. ગુજરાત નગરપાલિકા અધિનિયમ-૧૯૬૩ ની કલમ - ૭ અન્વયે કાઉન્સિલરોની સંખ્યા તેમજ વોર્ડ સંખ્યા નક્કી થયે નગરપાલિકામાં વોર્ડોનું સીમાંકન અને અનામત બેઠક સહિતની બેઠક ફાળવણી બાબતના નિયમો ૧૯૯૪ અન્વયે નગરપાલિકાની વોર્ડ રચના અને બેઠક ફાળવણીના પ્રાથમિક હુકમો કરવાની તેમજ લોકોના વાંધા સૂચનો મેળવી માન્ય રાજકીય પક્ષો સાથે પરામર્શ કરી, ચકાસણી કરી અને આખરી હૂકમો અંગેની કામગીરી. મુંબઇ પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ ૧૯૪૯ ની કલમ-૫ અન્વયે કાઉન્સિલરોની સંખ્યા તેમજ વોર્ડ સંખ્યા નિયત થયે મુંબઇ પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન (શહેરમાં વોર્ડોનું સીમાંકન અને અનામત બેઠકોની ફાળવણી)બાબતના નિયમો ૧૯૯૪ અન્વયે મહાનગરપાલિકાની વોર્ડ રચના અને બેઠક ફાળવણીના પ્રાથમિક હુકમો કરવાની તેમજ લોકોના વાંધા સૂચનો મેળવી માન્ય રાજકીય પક્ષો સાથે પરામર્શ કરી, ચકાસણી કરી અને આખરી હૂકમો અંગેની કામગીરી. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની નીચેના નિયમો અનુસાર ચૂંટણી પ્રક્રિયા દરમ્યાનની કામગીરી: સંપર્ક અધિકારી નામ : શ્રીમતી SN ગુરુંગ હોદ્દો : મદદનીશ ચૂંટણી કમિશનર સરનામું : રાજ્ય ચૂંટણી પંચ, સરદાર પટેલ ભવન, સેકટર નં 10, બ્લોક 9, 6 ઠ્ઠો માળ, ગાંધીનગર, ગુજરાત 382010. ફોન નંબર : 079-23251241 ફેકસ નંબર : 079-23252307 યુનિટ 5 શાખા નીચેના જિલ્લા આવરી લેવામાં આવી છે: રાજકોટ જૂનાગઢ જામનગર કચ્છ સ્ત્રોત: રાજ્ય ચૂંટણી આયોગ, ગુજરાત