પાણીના કનેકશન લેવા બાબત ગામ માટે પાણીના કનેકશન લેવા બાબત ગ્રામ પંચાયતના લેટર પેડ ઉપર અરજી કરવાની રહે છે. નમૂનો ઘર માટે પાણીના કનેકશન લેવા બાબત ગ્રામ પંચાયત / પાણી સમિતિને અરજી કરવાની થાય છે. ઉદ્યોગ માટે પાણીના કનેકશન લેવા બાબત નિયત નમૂનામાં અરજી કરવાની રહે છે. નમૂનો રાજયમાં પીવા માટે, ઔદ્યોગિક હેતુ માટે તેમજ શૈંક્ષણિક, ધાર્મિક સામાજીક તથા આરોગ્ય સંસ્થા માટે અપાતા પાણીના દરો 1. ગ્રામ્ય વિસ્તાર રૂ।. ર/- પ્રતિ ૧૦૦૦ લીટર 2. નગરપાલિકા નગર પંચાયત રૂ।. ૪/- પ્રતિ ૧૦૦૦ લીટર 3. મ્યુનિ. કોર્પો. રૂ।. ૬/- પ્રતિ ૧૦૦૦ લીટર 4. શૈક્ષણિક, ધાર્મિક, સામાજીક તથા આરોગ્ય સંસ્થાઓ રૂ।.૧૦/- પ્રતિ ૧૦૦૦ લીટર 5. ઔદ્યોગિક વપરાશ માટેના દરો રૂ।. ૧૫/- પ્રતિ ૧૦૦૦ લીટર નોંધ: પીવાનું પણી ગામડાઓ-નગરોને પહોંચાડવા માટે રાજ્ય સરકાર જે ખરેખર ખર્ચ કરે છે તેનાથી ઘણી ઓછી રકમ પાણી વેરા સ્વુરૂપે વસૂલવામાં આવે છે. ઉપભોક્તાના સ્તકરે પાણીની ગુણવત્તા ચકાસણી ઉપભોકતાના સ્તરે જ પાણી ગુણવત્તા ચકાસણી માટે રાજયના દરેક ગ્રામ પંચાયતના સ્તરે પાણી ગુણવત્તા ચકાસણીના સાધનોની કીટ તેમજ ૪.૫ વ્યક્તિઓને તાલીમ આપવામાં આવેલ છે. આ કીટ ગામના ‘આશા’ કાર્યકર, ગ્રામ-મિત્ર સ્વાસ્થ્ય, પાણી સમિતિ અથવા ગ્રામ પંચાયત પાસે ઉપલબ્ધ છે. આ કીટ દ્વારા કોઇ પણ વ્યક્તિ વિના મૂલ્યે પાણી ગુણવત્તાની પ્રાથમિક ચકાસણી કરાવી શકે છે. આ કામ માટે દરેક જીલ્લામાં પાણી ગુણવત્તા ચકાસણી પ્રયોગશાળા પણ આવેલ કે જ્યાં નિયત દરે પાણીના નમૂના મોકલવાથી પાણી ગુણવત્તાની ચકાસણી કરી આપવામાં આવે છે. પાણી ગુણવત્તા ચકાસણી કાર્યક્રમની વિગતો નીચે મુજબ છે. પાણી ગુણવત્તા ચકાસણી ટીમની રચના તમામ ૧૩૯૮૪ ગ્રામ પંચાયતો ગ્રામ્ય સ્તરની તાલીમ તમામ ૧૩૯૮૪ ટીમના સભ્યો તાલુકા સ્તરની તાલીમ ૧૦૬૭ (૪૩૨૩૪ તાલીમાર્થી) જીલ્લા સ્તરની તાલીમ ૨૭૦ (૫૧૧૭ તાલીમાર્થી) રાજ્ય સ્તરની તાલીમ ૩૪ (૧૩૭૭ તાલીમાર્થી) પાણી ગુણવત્તા ચકાસણી કીટ વિતરણ તમામ પંચાયત જીવાણુંકીય અશુદ્ધિની ચકાસણી માટેની કીટ વિતરણ ૬૬૯૪૨૩ પાણી ની ગુણવત્તા ચકાસણી ના પેરામીટરો પાણીના પૃથ્થકરણના દરો પાણી ગુણવત્તા કાર્યક્રમ માટે પસંદ કરેલ વ્યક્તિઓની યાદી પાણી ચકાસણીની પ્રયોગશાળાઓની યાદી સ્ત્રોત : ગુજરાત સરકાર પોર્ટલ