યોજના વિશે (માહિતી) ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબલક્ષી ગ્રામીણ આવાસ યોજનાઓની વસાહતમાં પર્યાપ્તુ સાધનોના અભાવે પીવાનું પાણી, ગટર વ્યાવસ્થાં, સ્વયચ્છતતા, શેરીની પ્રકાશ વ્યુવસ્થા્, ઘરોમાં વીજળીકરણ, આંતરિક રસ્તાલઓ, એપ્રોચરોડ વગેરે જેવી પાયાની નાગરિક સુવિધાઓ પુરી પાડી શકાતી નથી. જેના કારણે વસાહતીઓના જીવન ધોરણની પરિસ્થિીતિ સંતોષકારક નથી. યોજનામાં સમાવિષ્ટથ જમીન સંપાદન અને માળખાકીય સુવિધાઓ અંગેની જોગવાઇ અન્વેયે નીચે મુજબની કામગીરી કરવાનું આયોજન છે. ગ્રામીણ આવાસન માટે જમીન સંપાદન ગ્રામીણ આવાસન યોજના માટે ગામતળ ન હોય તેવા ગામ માટે તેમજ વિવિધ ગ્રામીણ આવાસ યોજના હેઠળ સંકુલ માળખાકીય સુવિધા સાથે પુરૂ પાડવાનું થતું હોય તે ગામ માટે ગામતળની જમીન ઉપલબ્ધુ કરાવવી. જમીનની કિંમત જીલ્લાુ કક્ષાની મુલ્યાં કન સમિતિ દ્વારા કરાવવાની રહેશે. પંચાયત વિભાગના ઠરાવ ક્રમાંક બજટ/૧૦૨૦૧૦/૧૬/બ તા. ૦૪-૦૧-૨૦૧૦ થી ગ્રામ પંચાયત દીઠ રૂ.૧૦ લાખ (રૂપિયા દસ લાખ) ની મર્યાદામાં તેમજ જુદા જુદા વિસ્તા રના પ્રવર્તમાન ભાવ મુજબ. ગ્રામીણ આવાસન યોજના માટે પાયાની માળખાકીય સુવિધા પુરી પાડવા અંગે. ગામતળ જમીનની ઉપલબ્ધતાના આધારે સંકુલનું આયોજન થાય તેવી નવીન યોજનાને પ્રાથમિકતા. ગામ ખાતે ગ્રામીણ આવાસન જેવા કે સરદાર આવાસ યોજના, ઇન્દીરા આવાસ યોજના વગેરેના હયાત કલસ્ટરને સંકુલમાં ફેરવી પ્રાથમિક સુવિધા પુરી પાડી શકાશે. આ યોજના હેઠળ ગ્રામ્ય જીવન ધોરણ ઉચું લાવવા માટે માળખાકીય સુવિધા જેવી કે પીવાનું પાણી, ગટર વ્યવસ્થા, સ્વચ્છતા, શેરીની પ્રકાશ વ્યવસ્થા, ઘરોમાં વીજળીકરણ, આંતરિક રસ્તાઓ, એપ્રોચરોડ વગેરેનો સમાવેશ કરવાનો રહેશે. રાજય સરકારની જુદી જુદી ગ્રામીણ આવાસન યોજનાઓ સરદાર પટેલ આવાસન યોજના, ઇન્દિરા આવાસ યોજના વગેરેનો સમન્વય કરી શકાશે. એક ગામ માટે રૂપિયા પાંચ લાખની મર્યાદામાં સહાય પુરી પાડી શકાશે પરંતુ જરૂર જણાયે ૧૨માં નાણાપંચની ગ્રાન્ટમાંથી વધુ રૂપિયા બે લાખ વિકાસ કમિશ્નરશ્રીની કચેરીની મંજુરીથી ઉપયોગ કરી શકાશે. સંકુલમાં ઓછામાં ઓછા ૧૫ (પંદર) આવાસોનું આયોજન કરવાનું રહેશે. સ્ત્રોત: પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ