માન.મુખ્યમંત્રીશ્રીની રાહબરી હેઠળ લોકમાન્ય જયપ્રકાશ નારાયણજીના જન્મદિવસ ૧૧/૧૦/૨૦૦૧ થી ગુજરાતમાં ગ્રામ સભાઓની અસરકારક કામગીરી શરૂ થયેલ છે. ગ્રામ સભાઓ લોકસશક્તિકરણ અને લોકભાગીદારીથી ઝુંબેશ રૂપે હાથ ધરવામાં આવી રહેલ છે. ગ્રામસભા-ઉદેશો લોકસશક્તિકરણ તંદુરસ્ત લોકશાહીની તાલીમ પુરૂ પાડતું માધ્યમ. ગરીબો અને મહિલાઓને રજુઆત કરવાની તક. અધિકારી/કર્મચારી અને લોકો વચ્ચે સુમેળભર્યા સંવાદની તક લોકભાગીદારી સરકાર/પંચાયતની કામગીરીનું લોકો દ્વારા સીધું સામાજીક અન્વેષણ. ગ્રામસભાના ચર્ચા માટેના મુદ્દાઓ પંચાયત વિભાગ દ્વારા હાથ ધરાયેલ વિકાસના કામોની સમીક્ષા અને ચર્ચા. વિવિધ કાર્યક્રમો/યોજનાઓ વિષે જાણકારી અને કામગીરીની સમીક્ષા. ગામના વિકાસના પ્રશ્નો અને વ્યક્તિગત પ્રશ્નોની ચર્ચા અને ઉકેલ. ક્ષેત્રિય કર્મચારીઓની હાજરી અને કામગીરી બાબતે ચર્ચા અને સમીક્ષા. જુદીજુદી યોજનાઓ નીચે લાભાર્થીઓની પસંદગી. ભૂખમરા અને કુપોષણ અંગેના નામ.સુપ્રીમ કોર્ટના ચુકાદા અન્વયે ૮ યોજનાઓની સમીક્ષા. મફત કાનૂની સહાય અંગેની જોગવાઇઓ બાબતે લોકોને જાણકારી. કરવેરા વસુલાત અને આકારણીની કામગીરીની સમીક્ષા. ગામના નમુના નં.૬ ની નવી પાડેલી નોંધોનું વાંચન. ગૌચર, ગામતળ અને રસ્તાના દબામો બાબતે ચર્ચા. લોકમાન્ય જયપ્રકાશ નારાયણજીના જન્મદિવસ ૧૧-૧૦-૨૦૦૧ થી ગુજરાતમાં ગ્રામસભાઓની અસરકારક આયોજન શરૂ થયેલ છે. ગ્રામસભાના નિયમોઃ- પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના તા. ૨૭-૧૦-૨૦૦૯ના જાહેરનામાંથી ગુજરાત ગ્રામ પંચાયત (ગ્રામસભાની બેઠકો અને કાર્યો) નિયમો – ૨૦૦૯ બહાર પડવામાં આવેલ છે. ગ્રામસભા અત્યાર સુધીમાં ગ્રામસભાના ૧ થી ૨૮ તબકકા પૂર્ણ થયેલ છે, જે અંગેની માહિતી દર્શાવતું પત્રક નીચે મુજબ છે. ક્રમ સમયગાળો ગ્રામસભાઓ ગ્રામજનો પ્રશ્નો નિકાલ ટકા. ૧. તા.૧૧/૧૦/૨૦૦૧ થી ૩૧/૧૦/૨૦૦૧ ૧૮૧૫૦ ૧૨૧૭૭૦૦ ૮૬૮૯૬ ૮૬૮૯૬ ૧૦૦ ૨. તા.૨૬/૦૧/૨૦૦૨ થી ૧૫/૦૨/૨૦૦૨ ૧૭૮૨૯ ૧૫૬૨૨૭૧ ૮૪૬૩૮ ૮૪૬૩૮ ૧૦૦ ૩. તા.૦૧/૦૭/૨૦૦૨ થી તા.૨૦/૦૭/૨૦૦૨ ૧૭૫૪૩ ૧૦૫૦૮૨૬ ૬૦૮૭૮ ૬૦૮૬૯ ૯૯.૯૯ ૪. તા.૧૨/૦૧/૨૦૦૩ થી તા.૨૦/૦૭/૨૦૦૩ ૧૮૧૮૦ ૧૨૮૩૮૪૫ ૧૦૯૮૭૯ ૧૦૯૮૭૯ ૧૦૦ ૫. તા.૦૧/૦૫/૨૦૦૩ થી તા.૩૧/૦૫/૨૦૦૩ ૧૮૩૩૬ ૧૧૪૬૫૭૪ ૭૮૧૦૨ ૭૮૧૦૨ ૧૦૦ ૬. તા.૩૧/૧૦/૨૦૦૩ થી તા.૦૬/૧૨/૨૦૦૩ ૧૮૩૩૯ ૧૭૨૬૫૮૮ ૯૬૧૭૩ ૯૬૦૬૩ ૯૯.૮૯ ૭. તા.૨૧/૦૨/૨૦૦૪ થી તા.૧૫/૦૩/૨૦૦૪ ૮૧૫૦ ૬૮૦૫૪૪ ૨૪૭૩૦ ૨૪૬૨૫ ૯૯.૫૮ ૮. તા.૨૫/૦૯/૨૦૦૪ થી તા.૧૧/૧૦/૨૦૦૪ ૧૮૨૫૭ ૧૪૨૧૧૫૨ ૬૨૫૮૩ ૬૨૦૬૯ ૯૯.૧૮ ૯. તા.૦૧/૦૪/૨૦૦૫ થી તા.૩૦/૦૪/૨૦૦૫ ૧૮૨૮૬ ૧૮૧૯૬૦૯ ૪૮૨૬૨ ૪૬૯૧૦ ૯૭.૨૦ ૧૦. તા.૦૧/૦૧/૨૦૦૬ થી તા.૩૧/૦૧/૨૦૦૬ ૧૮૨૪૦ ૧૯૯૬૩૮૯ ૫૪૫૬૭ ૫૧૩૦૨ ૯૪.૦૨ ૧૧. તા.૨૩/૧૨/૨૦૦૮ થી તા.૦૯/૦૧/૨૦૦૯ ૧૪૦૬૪ ૫૧૪૫૦૧૪ ૮૭૯૮૪ ૮૦૩૮૯ ૯૧.૩૭ ૧૨. તા.૧૮/૦૫/૨૦૦૯ થી તા.૩૦/૦૬/૨૦૦૯ ૧૩૨૫૮ ૩૯૩૪૭૭૬ ૩૪૬૮૭ ૩૧૬૨૩ ૯૧.૧૭ ૧૩. તા.૦૧/૦૮/૨૦૦૯ થી તા.૩૦/૦૯/૨૦૦૯ ૧૦૧૯૩ ૨૯૩૨૭૨૩ ૨૭૮૯૨ ૨૫૪૦૪ ૯૧.૦૮ ૧૪. તા.૧૬/૧૧/૨૦૦૯ થી તા.૩૦/૧૧/૨૦૦૯ ૧૨૯૨૭ ૩૩૪૨૧૫૬ ૩૦૮૦૯ ૨૭૩૧૭ ૮૮.૬૭ ૧૫. તા.૨૭/૦૧/૨૦૧૦ થી તા.૦૭/૦૨/૨૦૧૦ ૧૩૭૨૨ ૩૪૩૯૨૧૭ ૩૦૮૭૭ ૨૭૧૧૭ ૮૭.૮૨ ૧૬. તા.૧૬/૫/૨૦૧૦ થી તા.૧૪/૦૬/૨૦૧૦ ૯૫૨૭ ૧૯૨૬૦૪૨ ૮૨૬૧ ૬૯૭૮ ૮૪.૮૭ ૧૭. તા.૧૧/૧૧/૨૦૧૦ થી તા.૨૦/૧૨/૨૦૧૦ ૧૦૫૯૭ ૨૧૨૯૧૦૩ ૧૮૨૯૨ ૧૫૪૦૩ ૮૪.૨૧ ૧૮. તા.૩૧/૦૧/૨૦૧૧ થી તા.૦૯/૦૨/૨૦૧૧ ૧૧૫૪૫ ૨૨૯૨૬૨૫ ૧૯૩૯૧ ૧૫૧૪૯ ૭૮.૧૨ ૧૯. તા.૦૧/૦૭/૨૦૧૧ થી તા.૨૦/૦૭/૨૦૧૧ ૧૦૦૯૩ ૧૭૪૭૬૪૮ ૧૦૯૯૪ ૮૩૩૩ ૭૫.૮૦ ૨૦. તા.૨૦/૦૮/૨૦૧૧ થી તા.૩૦/૦૯/૨૦૧૧ ૭૬૨૫ ૧૨૬૩૭૧૯ ૮૩૫૪ ૫૨૫૦ ૬૨.૮૪ ૨૧. તા.૦૫/૦૪/૨૦૧૨ થી તા.૦૬/૦૫/૨૦૧૨ ૪૪૩૪ ૭૨૭૬૭૩ ૫૫૩૬ ૨૧૦૫ ૩૮.૦૨ ૨૨. તા.૨૫/૦૬/૨૦૧૩ થી તા.૩૦/૦૬/૨૦૧૩ ૯૮૮૭ ૧૬૦૪૮૩૬ ૧૨૦૮૬ ૪૭૫૮ ૩૯.૩૭ ૨૩. તા.૦૨/૧૨/૨૦૧૩ થી તા.૧૫/૧૨/૨૦૧૩ ૮૧૦૭ ૧૨૨૫૬૦૧ ૧૨૦૪૬ ૬૬૫૬ ૫૫.૨૫ ૨૪. તા.૨૦/૦૫/૨૦૧૪ થી તા.૧૫/૦૬/૨૦૧૪ ૧૩૪૯૫ ૧૭૩૩૪૪૪ ૧૨૭૭૩ ૯૨૯૭ ૭૨.૭૯ ૨૫. તા.૧૫/૦૯/૨૦૧૪ થી તા.૧૫/૧૦/૨૦૧૪ ૧૨૫૨૫ ૧૫૯૪૧૫૮ ૧૩૦૩૪ ૯૦૭૦ ૬૯.૫૯ ૨૬. તા.૨૬/૦૧/૨૦૧૫ થી તા.૧૯/૦૨/૨૦૧૫ ૧૩૮૫૮ ૧૭૨૩૦૧૧ ૧૬૯૭૮ ૧૩૬૪૮ ૮૦.૩૮ ૨૭. તા.૦૧/૦૭/૨૦૧૫ થી તા.૩૧/૦૭/૨૦૧૫ ૧૪૦૨૯ ૧૫૩૦૬૧૧ ૧૯૧૮૩ ૧૨૬૧૨ ૬૫.૭૪ ૨૮. તા.૨૦/૦૧/૨૦૧૬ થી તા.૩૧/૦૧/૨૦૧૬ ૧૪૦૨૯ ૧૭૧૭૬૫૪ ૨૬૫૧૩ ૧૬૩૬૫ ૬૧.૭૨ કુલઃ- ૩૭૫૨૨૫ ૫૩૯૧૫૫૦૯ ૧૧૦૨૩૯૮ ૧૦૧૮૮૨૭ ૯૨.૪૨ ગ્રામસભા અભિયાન વિભાગ કક્ષાનું આયોજન (ગ્રામ વિકાસ વિભાગ) ગ્રામસભા અભિયાન વિભાગ કક્ષાનું આયોજન પત્રિકા માટે અહીં ક્લિક કરો સ્ત્રોત :પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ