ખ-૧ શાખા લોક દરબાર (સચિવશ્રીને ફાળવેલા જીલ્લા માટે) ની કામગીરીનું સંકલન તથા અગત્યની બાબતો. કમિશ્નરશ્રી, ગ્રામ વિકાસ કચેરી / જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીઓ (તમામ) ની મહેકમ વિષયક કામગીરી તેમજ વિદેશ પ્રવાસની બાબત. શાખામાંફાળવેલ વિષયો પૂરતી પ્રાથમિક તપાસ / વિજિલન્સ અંગેની કામગીરી. વિજિલન્સ કમિશ્નરશ્રી સાથેની બેઠકો તેમજ પડતર તકેદારી કેસો સંબંધમાં ગ્રામ વિકાસને સંબંધિત કામગીરી. ખ-૧ શાખાને ફાળવેલ કાર્યક્રમોના ડ્રાફટ પારા, ઓડીટ પારા, પંચાયતી રાજ સમિતિના પારા તેમજ આ સંબંધની જાહેર હિસાબ સમિતિ, પંચાયત રાજ સમિતિની બેઠક સંબંધિત બાબત. રાજ્યકક્ષાનીબેન્કર્સ સમિતિની બેઠક (એલ.એલ.બી. બેઠકો) તથા બેન્ક ગેરંટીની બાબત. ગ્રામ / શહેરી ગરીબો માટેની જીવન વિમા યોજના. ગ્રામ વિકાસ કમિશ્નરશ્રીની કચેરીના નિરીક્ષણ બાબતની કામગીરી. સ્વર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના અને તેને અંતર્ગત મર્જ કરી દેવામાં આવેલ જુની યોજનાઓ, જેવી કે સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ, ટ્રાયસેમ, ગંગા કલ્ચાપ યોજના, જીવનધારા, સીટ્રા, વિગેરેની બાકી આનુસંગીક કામગીરી, નાના સીમાંત્ ખેડૂતોની આર્થિક ક્ષમતા માટેની યોજના. સચિવશ્રીઓ/કેબીનેટ બેઠકની કામગીરી પ્રધાનમંત્રી ગ્રામોદય યોજનામાં ગ્રામ્ય રસ્તાઓના કાર્યક્રમમાં સંકલનની કામગીરી. ફાળવેલ વિષયોની બજેટ, આયોજન તેમજ સંબંધિત કાર્યક્રમોના વિધાનસભા, માન. સંસદસભ્ય – ધારાસભ્યોના પત્રો, પ્રશ્નો વિગેરેની કામગીરી મૂલ્યાંકન સમિતિ અંગેની કામગીરી. તાલીમ કાર્યક્રમ (એસ.આઇ.આર.ડી./બજેટ(તાલીમ સંબંધિત) ગ્રામ વિકાસના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓની રાજ્ય, રાજ્ય બહારની તાલીમ બાબત. કાપાર્ટ એન.આઇ.આર.ડી. હૈદ્રાબાદ, આઇ.આઇ.એમ., ઇરમા, (આણંદ) સેવા સંસ્થાના રેફરન્સીઝને લગતી બાબત. બાલિકા સમૃદ્ધિ યોજના તથા જુની દ્વારકા યોજનાને લગતી કામગીરી. લોકદરબારની આનુષાંગિક કામગીરી. ધારાસભ્ય પરામર્શ સમિતિની સંકલનની કામગીરી તથા જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીઓ (તમામ) તેમજ ગ્રામ વિકાસ કમિશ્નરશ્રીની કચેરીના અધિકારીશ્રીઓના વાહનો તેમજ ટેલીફોન સંબંધિત બાબત. જિલ્લા કક્ષાની ગર્વનીંગ બોડી / વિજિલન્સ સમિતિની કામગીરી. રાજ્ય કક્ષાની સંકલન / વિજિલન્સ સમિતિની કામગીરી, તુમાર બાકી ઝુંબેશ, એમ.એલ.એ. અને એમ.પી. રેફરન્સીઝના બાકી પત્રકો, એરીયર્સ પત્રકો તૈયાર કરવા અને મોકલવા તથા શાખાની પરચુરણ સંકલન અંગેની કામગીરી. ખ-૨ શાખા વિધાનસભાને લગતી બાબતો શાખાની અગત્યની બાબતો. જવાહર ગ્રામ સમૃદ્ધિ કાર્યક્રમ, ઇન્દિરા આવાસ યોજના, રોજગારીની ખાતરી આપતી યોજના પંચાયતી રાજ સમિતિને લગતા ઓડીટ પારા ગ્રામ્ય સુખાકારી કાર્યક્રમ, ખાસ રોજગાર કાર્યક્રમ પ્લાનીંગ બજેટ, ર૦ મુદ્દાને લગતી કામગીરી, શાખાની સંકલનને લગતી બાબતો. ડ્રાફટપારા – આઇ. આર. પારાને લગતી બાબતો. ગુજરાત રાજ્ય ગ્રામ વિકાસ નિગમને લગતી તમામ બાબતો,ગોકુળ ગ્રામ યોજના, વોટરશેડ કાર્યક્રમ, રણ વિકાસ કાર્યક્રમ (ડીડીપી), અનાવૃષ્ટિ શક્યતા વિસ્તાર વિકાસ કાર્યક્રમ (ડીપીએપી) સંકલિત પડતર ભૂમિ વિકાસ કાર્યક્રમ, સ્વૈચ્છિક સંસ્થાઓને લગતી બાબતો, શાખાના વિનિયોગ હિસાબોનાપારા, મુલકી (સીવીલ)ઓડીટ પારા, વાણિજ્યિક ઓડીટ પારાને લગતી કામગીરી, નેશનલ ટ્રી-ગ્રોઅર્સને લગતી બાબતો. સ્ત્રોત: પંચાયત, ગ્રામ ગૃહનિમાર્ણ અને ગ્રામ વિકાસ વિભાગ