વ્યવસાય શરૂ કરવો, બાંધકામ પરમિટો સાથે વ્યવહાર કરવો, વીજળી મેળવવી, મિલકતની નોંધણી કરવી, ક્રેડિટ મેળવવું, રોકાણકારોનું રક્ષણ કરવું, કર ભરવા, સરહદો પાર વેપાર કરવો, કરારો અમલમાં લાવવા, નાદારી અને અન્ય ક્લિયરન્સ ઉકેલવા વગેરે દેશમાં વ્યવસાય કરવાનું કેટલું સહેલું અથવા મુશ્કેલ છે તે વ્યાખ્યાયિત કરતાં વિવિધ મુદ્દાઓ છે. દેશમાં વ્યવસાય કરવાની સરળતા સુધારવા માટે વ્યવસાય માટેની સરકારી સેવાઓને ડિજિટલ રીતે રૂપાંતરિત કરવું જોઈએ. એનઈજીપી હેઠળ વર્તમાન એમએમપીને અદ્યતન ટુલ્સ અને ટેકનોલોજીથી વધુ મજબૂત કરવા જોઈએ: એક જ કોમર્સિયલ એન્ટરપ્રાઈઝ માટે તમામ વ્યવસાયો અને રોકાણકારોને સિંગલ વિન્ડો મિકેનિઝમ દ્વારા ઈ-બિઝ પ્રોજેક્ટ વિવિધ કેન્દ્રીય અને રાજ્યના વિભાગો/ એજન્સી માટે એકીકૃત સેવા પુરી પાડે છે. એમસીએ21' એમએમપી કાનૂની જરૂરિયાતો અને અન્ય બિઝનેસ સંબંધિત સેવાઓ માટે ઇલેક્ટ્રોનિક સેવાઓ પૂરી પાડવાનું ધ્યેય રાખે છે. ઈ-ટ્રેડ એમએમપી વિદેશ વ્યાપારમાં સંકળાયેલી વિવિધ રેગ્યુલેટરી/સુગમતા એજન્સીઓ દ્વારા આપવામાં આવતી વિવિધ સેવાઓની અસરકારક અને સક્ષમ ડિલિવરીને પ્રોત્સાહન આપીને ભારતમાં વિદેશ વ્યાપારની સુગમતા ઉભી કરે છે, જેથી વ્યાપારીઓ આ એજન્સીઓમાંથી ઓનલાઈન સેવાઓ મેળવી શકે. સ્ત્રોત: ડિજિટલ ભારત