પ્રસ્તાવના હિસાબી શાખા,જિલ્લા પંચાયત હેઠળની જુદી-જુદી શાખાના બજેટ અને ખર્ચ અંગે નિયંત્રણ રાખી પંચાયતની તમામ શાખાના પગાર ભથ્થાની ચકાસણી કરી ચુકવણીની કામગીરી હાથ ધરે છે. ઉપરાંત જિલ્લા પંચાયતનું નાણાંકીય બજેટ તૈયાર કરી જિલ્લા પંચાયતની બોડી પાસે મંજુર કરાવવાની કામગીરી હાથ ધરે છે. શાખાની કામગીરી નિયમિત રોકડમેળ લખાણ અને વ્યીવસ્થીનત લખાય તે જોવું. જીલ્લા પંચાયત હેઠળની તમામ શાખાઓના નાણાંકીય ચુકવણા કરવા. પંચાયતના કર્મચારીના જી.પી.એફના હિસાબો નિભાવવા સ્લીા૫ ઇશ્યુ કરવી પેશગી,પાર્ટ ફાઇનલ કરવા. પંચાયત સેવાના નિવૃત થતા કર્મચારીના પેન્શ.ન કેસો ચકાસી સમયસર દાવાઓની પતાવટ કરવો. નિભાવવામાં આવતા અન્ય ફંડો ચકાસવા આવે તે માટે ચકાસી આપવા અને માર્ગદર્શન આપવુ. વાંધા રજીસ્ટર નિભાવવું નાણાંકીય નિયમનું ઉલ્લંધન કોઈ પણ શાખા દ્વારા થતુ ઘ્યાને આવે તો ડી.ડી.ઓ.સા.ના ઘ્યાને મૂકવા. એજી,એલ.એફ તથા પી.આર.સી દ્વારા અપાતી ઓડીટ નોંધની પૂર્તતા કરવી. જિલ્લા પંચાયતનું અંદાજપત્ર તૈયાર કરવું. તા.પં.ના અંદાજપત્રની ચકાસણી કરવી. યુ.ટી.સી.ચકાસી આપવા. હિસાબી સંવર્ગના કર્મચારીનું મહેકમ અંગે નિમણુંક બઢતી બદલી વિગેરે. બીલોનું નિયમાનુસાર આંતક ઓડીટ કરાવવું. બિન શૈક્ષણિક કર્મચારીઓને મકાન પેશગી,વાહન પેશગી ચુકવણી વસુલાત. શાખાઓ ઘ્વારા તાલુકાઓને ફાળવવાની થતી તમામ ગ્રાંન્ટની ચુકવણી કરવી. જિલ્લા પંચાયતના નાણાંકીય સલાહકાર. નાણાંકીય હિસાબોના રજીસ્ટરો જેવા કે, કેશબુક,એડવાન્સ, ડીપોઝીટ,ગ્રાંન્ટ,ટી.એ.,રોકાણ રજીસ્ટર, જિલ્લા પંચાયતના માસિક,વાર્ષિક હિસાબો તૈયાર કરવા તથા વિકાસ કમિશ્નરશ્રીને સાદર કરવા. હિસાબી શાખા માટે ઉપાડ અધિકારી તરીકેની સધળી જવાબદારી બજાવવી. સ્ત્રોત :દાહોદ જીલ્લા પંચાયત, ગુજરાત સરકાર