પ્રસ્તાવના જીલ્લા કક્ષાએ પંચાયત શાખાએ ખૂબ જ મહત્વની શાખા ગણાય છે . જીલ્લા પંચાયત હસ્તકની તમામ કામગીરીઓ પંચાયત શાખાના સંકલનથી થાય છે . ટુંકમાં કહીએ તો પંચાયત શાખા સમગ્ર જીલ્લાના વહીવટ ઉપર પકકડ ધરાવે છે . આ ઉપરાંત જીલ્લા હસ્તકના તમામ તાલુકાઓના વહીવટ ઉપર પણ નજર રાખે છે . આ ઉપરાંત તાલુકા પંચાયતના પ્રમુખો, ઉપ પ્રમુખો, સભ્યો, સરપંચો વિગેરેની વહીવટી કામગીરી આ શાખા મારફતે થાય છે . સ્ટેમ્પ ડયુટી, પંચાયત ઘર, દબાણ, તાલીમ, ગામ પંચાયતનું વિભાજન, મહેસુલી ગ્રાંટ, સિંચાઇ, નિધિ જેવી ઘણીબી કામગીરીઓ આ શાખા હસ્તક હોય છે . તદઉપરાંત જે કામગીરી અન્ય કોઇ શાખાને ફાળવવામાં આવી ન હોય તેવી કામગીરી પણ આ શાખા સંભાળે છે . આમ સમગ્ર તંત્રને પંચાયત શાખા કાર્યરત રાખે છે . શાખાની કામગીરી ગ્રામ પંચાયતનું વિભાજન તથા સંયોજન ગ્રામ પંચાયતની મિલ્કત વહેંચણી કલમ ર૪૯ ના હુકમની સમીક્ષા ગ્રામ પંચાયતોને સુ૫રસીડ કરવા બાબત ગ્રામ સભાની કામગીરી તાલુકા પંચાયતના પ્રમુખનું રાજીનામું મંજુર કરવા બાબત ગ્રામ પંચાયતના પ્રમુખનું રાજીનામું મંજુર કરવા બાબત તાલુકા /જીલ્લા પંચાયત ના સભ્યની ખાલી ૫ડેલ જગ્યાની કામગીરી તાલુકા પંચાયત પ્રમુખનું રાજીનામું મંજુર કરવા બાબત જીલ્લા /તાલુકા પંચાયત ચુંટણીની કામગીરી ૨૫૧૫ અન્ય ગ્રામિણ વિકાસ કાર્યક્રમના પેટાસદરની ગ્રાંટ ફાળવણી કરવા બાબત . ચાર માસીક બજેટ જીલ્લા સમકારી નિધિ બાબત . જીલ્લા ગ્રામ ઉતેજન નિધિ બાબત . ચાર ખર્ચના દર નકકી કરવા બાબત સ્ત્રોત :દાહોદ જીલ્લા પંચાયત, ગુજરાત સરકાર