પ્રસ્તાવના જિલ્લા આંકડા અધિકારીશ્રીની કચેરી એ જિલ્લાની સર્વોચ્ચ આંકડાકીય સંસ્થા તરીકે આવેલી છે. આ કચેરી અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર નિયામકની કચેરી,ગાંધીનગર,ગુજરાત સાથે જોડાણ ધરાવે છે તથા જિલ્લા કક્ષાએ તમામ આંકડાકીય પ્રવૃત્તિઓનું સંકલન કરે છે. આ કચેરી અર્થતંત્રના જુદા જુદા વિભાગોની માહિતી એકત્ર કરી તેને ચકાસી ગુજરાત રાજ્યની વડી કચેરી અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર નિયામકની કચેરી,ગાંધીનગરને આ માહિતી રજુ કરવાની ક્ષેત્રીય એજંસી તરીકે પોતાની ભુમીકા અદા કરે છે. આ કચેરીનું મુખ્ય ઉદેશ્ય જિલ્લાના સામાજિક આર્થિક પરિબળો, ખેતી ક્ષેત્ર, ઓદ્યોગિક ક્ષેત્ર અને અન્ય વિકાસશીલ યોજનાને સલંગ્ન પ્રાથમિક તેમજ ગૌણ માહિતીનું એકત્રીકરણ, સંકલન, વિશ્લેષણ અને પ્રસાર કરવાનું છે. ગુજરાતમાં જ્યારથી પંચાયત રાજ શરુ થયો છે ત્યારથી આ કચેરી જિલ્લા પંચાયતના તમામ કાર્યોને સંકલિત કરી લોકોમાં જાગૃતિ લાવવા માટે મહત્વનાં કાર્યો કરે છે.તાલુકા કક્ષાએ આંકડા મદદનીશ દ્વારા આ આંકડાકીય કામગીરી કરવામાં આવે છે તેમજ ગામ ક્ક્ષાએ આ ઉપરોક્ત કાર્યો તલાટી-કમ-મંત્રી દ્વારા કરવામાં આવે છે. શાખાની કામગીરી નિયમિત પ્રવૃત્તિઓ જિલ્લાની આંકડાકીય રુપરેખા જિલ્લાની સામાજિક આર્થિક સમીક્ષા વાર્ષિક વહીવટી અહેવાલ તાલુકાની આંકડાકીય રુપરેખા ભાવ વિષયક માહિતી રાજ્ય આવકના અંદાજો (મુડી ખર્ચ) રાજ્ય આવકના અંદાજો (વપરાશી ખર્ચ) રાજ્ય આવકના અંદાજો (આવક ખર્ચ) પાક કાપણી અખતરાની કામગીરીનું નિરિક્ષણ 10. આંકડા મદદનીશની બેઠક અને તેઓની દફતરી તપાસણી 11. ઇ-ગ્રામ યોજના 12. વિકેંદ્રિત આયોજન 13. વસ્તીને લગતી ગણતરીઓ અને વિવિધ મોજણીઓ 14. રાજ્ય સરકાર અને જિલ્લા સત્તા દ્વારા સમયાંતરે આપવામાં આવતું અન્ય પરચુરણ કાર્ય વર્તમાન પ્રવૃત્તિઓ રાજ્ય સરકારની સુચના મુજબ 19મી પશુધન ગણતરી અને બ્રીડ સર્વેની કામગીરી પુર્ણ કરવામાં આવેલ છે. રાજ્ય સરકારની સુચના મુજબ છઠ્ઠી આર્થિક ગણતરીની કામગીરી પુર્ણ કરવામાં આવશે. રાજ્ય સરકારની સુચના મુજબ ગ્રામ્ય સુવિધાઓની મોજણીની કામગીરી ચાલુ છે. જન્મ મરણ નોંધણી ક્રમ તાલુકાનુ નામ ૧ દાહોદ ૨ દે.બારીયા ૩ ધાનપુર ૪ ફતેપુરા ૫ ગરબાડા ૬ ઝાલોદ ૭ લીમખેડા