પ્રસ્તાવના જીલ્લા કક્ષાએ પંચાયત શાખાએ ખૂબ જ મહત્વની શાખા ગણાય છે. જીલ્લા પંચાયત હસ્તકની તમામ કામગીરીઓ પંચાયત શાખાના સંકલનથી થાય છે. ટુંકમાં કહીએ તો પંચાયત શાખા સમગ્ર જીલ્લાના વહીવટ ઉપર પકકડ ધરાવે છે. આ ઉપરાંત જીલ્લા હસ્તકના તમામ તાલુકાઓના વહીવટ ઉપર પણ નજર રાખે છે. આ ઉપરાંત તાલુકા પંચાયતના પ્રમુખો, ઉપ પ્રમુખો, સભ્યો, સરપંચો વિગેરેની વહીવટી કામગીરી આ શાખા મારફતે થાય છે. સ્ટેમ્પ ડયુટી, પંચાયત ઘર, દબાણ, તાલીમ, ગામ પંચાયતનું વિભાજન, મહેસુલી ગ્રાંટ, સિંચાઇ, નિધિ જેવી ઘણીબી કામગીરીઓ આ શાખા હસ્તક હોય છે. તદઉપરાંત જે કામગીરી અન્ય કોઇ શાખાને ફાળવવામાં આવી ન હોય તેવી કામગીરી પણ આ શાખા સંભાળે છે. આમ સમગ્ર તંત્રને પંચાયત શાખા કાર્યરત રાખે છે. શાખાની કામગીરી ગામ પંચાયતનું વિભાજન તથા સંયોજન ગામ પંચાયતની મિલ્કત વહેંચણી ગામ પંચાયતોને સુ૫રસીડ કરવા બાબત ગામ સભાની કામગીરી તાલુકા પંચાયતના પ્રમુખનું રાજીનામું મંજુર કરવા બાબત ગ્રામ પંચાયતના પ્રમુખનું રાજીનામું મંજુર કરવા બાબત તાલુકા/જીલ્લા પંચાયત ના સભ્યની ખાલી ૫ડેલ જગ્યાની કામગીરી તાલુકા પંચાયત પ્રમુખનું રાજીનામું મંજુર કરવા બાબત જીલ્લા/તાલુકા પંચાયત ચુંટણીની કામગીરી જીલ્લા સમકારી નિધિ બાબત. જીલ્લા ગ્રામ ઉતેજન નિધિ બાબત. ચાર ખર્ચના દર નકકી કરવા બાબત. ગામ પંચાયત દફતર તપાસણી બાબત. તીર્થગામની કામગીરી ૫દાધિકારીની તાલીમની કામગીરી ૫દાધિકારીની તાલીમની કામગીરી શ્રેષ્ઠ ગામ પંચાયતની કામગીરી ગુ.પં. અધિનિયમ લમસમ ટેક્ષની કામગીરી ઓકટ્રોય વળતર ગ્રાંટની ફાળવણી વ્યવસાય વેરા ગ્રાંટની ફાળવણી ગુજરાત રાજય વ્યવસાય, વ્યાપાર, ધંધા અને રોજગાર વેરા (સુધારા) વિધેયક-૨૦૦૮ હેઠળ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ વ્યવસાય, વ્યાપાર, ધંધા અને રોજગાર કરતી સંસ્થાઓ, વ્યકિતઓ પાસેથી વ્યવસાય વેરાની વસુલાતની કામગીરી. જીલ્લા પંચાયતની સામાન્ય સભા, કારોબારી સમિતિની સભાની કાર્યસુચિ અને કાર્યવાહી નોંધની કામગીરી. તાલુકા પંચાયતની સામાન્ય સભા, કારોબારી સમિતિની સભાની કાર્યવાહી નોંધ અવલોકન કરવાની કામગીરી. લોક અરજીઓની તપાસની કામગીરી.