શું કંપનીઓ દ્વારા કરાતા પ્રાઈસિંગ (ભાવ નિર્ધારણ) પર કોઈ નિયંત્રણો છે ખરાં ? 1992થી કંપનીઓને તેમના ઈશ્યુઓનું મુક્તપણે પ્રાઈસિંગ કરવાની છૂટ છે. સેબી ઈશ્યુના ભાવ નિર્ધારણમાં કોઈ ભૂમિકા ભજવતું નથી. આવું હોવાથી ફિક્સ્ડ પ્રાઈસ ઈસ્યુના કેસમાં સિંગલ પ્રાઈસ તેમ જ બુક બિલ્ડિંગ ઈશ્યુના કેસમાં પ્રાઈસ બેન્ડ કંપની દ્વારા નક્કી કરવામાં આવે છે. જોકે કંપનીઓએ ઓફર ડોક્યુમેન્ટમાં ભાવને વાજબી ઠેરવતી વિગતવાર સ્પષ્ટતા આપવી જરૂરી છે.ઈસ્યુ કરનારે ઈશ્યુ પ્રાઈસને વજૂદ ઠરાવતાં ગુણવત્તાલક્ષી અને જથ્થાલક્ષી પરિબળો વિશે વિગતવાર માહિતી આપવી પડે છે. ડિફરેન્શિયલ પ્રાઈસિંગ (જુદા જુદા ભાવ) ઈશ્યુમાં શેર્સની એક કેટેગરી બીજી કેટેગરીથી અલગ ભાવે ઓફર કરવામાં આવે ત્યારે એને ડિફરેન્શિયલ પ્રાઈસિંગ કહેવામાં આવે છે.નીચેની જોગવાઈઓને આધીન ડિફરેન્શિયલ પ્રાઈસિંગની છૂટ આપવામાં આવી છે. નાના વ્યક્તિગત રોકાણકારો અથવા નાના વ્યક્તિગત શેરહોલ્ડરો (અથવા કર્મચારીઓ માટેની અનામત હેઠળ નિયમન 42 પ્રમાણે વધુમાં વધુ બે લાખ રૂપિયા સુધીની ચોક્કસ સિક્યુરિટીઝ માટે અરજી કરવી)ને અમુક ચોક્કસ સિક્યોરિટીઝ અન્ય શ્રેણીના અરજદારોને ઓફર કરાયેલા ભાવ કરતાં ઓછા ભાવે ઓફર કરી શકાય છે, પરંતુ એ માટે જરૂરી છે કે આવો ફરક બીજી શ્રેણીના અરજદારોને ચોક્કસ સિક્યુરિટીઝ ઓફર કરાઈ હોય એ ભાવના 10 ટકાથી વધુ ન હોવો જોઈએ; બુક બિલ્ટના કેસમાં એન્કર ઈન્વેસ્ટરને ઓફર કરાયેલી ચોક્કસ સિક્યોરિટીઝનો ભાવ અન્ય અરજદારોને ઓફર કરાયેલા ભાવ કરતાં ઓછો હોઈ ન શકે; કોમ્પોઝિટ ઈશ્યુ બાબતમાં પબ્લિક ઈસ્યુમાં ઓફર કરાયેલી ચોક્કસ સિક્યોરિટીઝનો ભાવ રાઈટ ઈશ્યુમાં ઓફર કરાયેલા ભાવથી જુદો હોઈ શકે અને આવા ભાવફરકનો ખુલાસો ઓફર ડોક્યુમેન્ટમાં આપવો આવશ્યક છે ઈશ્યુકર્તા (ઈશ્યુઅર) જો સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સ 2002ના પરિશિષ્ટ 11ના ભાગ ડી અન્વયે બુક બિલ્ડિંગની વૈકલ્પિક પદ્ધતિ પસંદ કરે તો ઈશ્યુઅર ચોક્કસ સિક્યોરિટીઝ તેના કર્મચારીઓને ફ્લોર પ્રાઈસ કરતાં ઓછા ભાવે ઓફર કરી શકે છે, પરંતુ એ માટે જરૂરી છે કે ફ્લોર પ્રાઈસ અને કર્મચારીઓને ઓફર કરાતા ભાવ વચ્ચેનો ફરક ફ્લોર પ્રાઈસના 10 ટકાથી વધુ ન હોવો જોઈએ પબ્લિક ઇસ્યૂમાં ભાવ ફરક (ડિફરન્શિયલ પ્રાઇસિંગ)ની પદ્ધતિ (જો રખાઇ હોય તો) અમલમાં મૂકવાની હોય તો ફક્ત નિર્ધારિત સિક્યુરિટીઝ માટે અરજી કરતી વખતે નહીં, પણ તેની ફાળવણીના તબક્કામાં પાત્ર રોકાણકારો માટે અમલમાં મુકાય છે. તેને કારણે રોકાણકારોને અરજી કરતી વખતે ઓછા પૈસા આપવાનો લાભ મળતો નથી. આમ, તેઓ ઓછા પૈસે વધારે શેર માટે અરજી કરી શકતા નથી. તેઓ આ ઉપરાંત પણ કેટલાક લાભથી વંચિત રહી જાય છે. હવે 15 જૂન, 2011થી પાત્ર રોકાણકારોને ભાવ ફરકનો લાભ સિક્યુરિટીઝ માટે અરજી કરતી વખતે જ આપવામાં આવે એવો નિર્ણય લેવાયો છે. આમ, તેઓ ડિસ્કાઉન્ટ સાથેના જ ભાવે અરજી કરી શકે છે. સ્ત્રોત: ઈન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ