આઈપીઓ માટેની પાત્રતાનાં ધોરણો સેબીએ આઈપીઓનું આયોજન કરી રહેલી કંપનીઓ માટે નીચે પ્રમાણેના પાત્રતા નિયમો ઘડ્યા છે: અગાઉનાં ત્રણ આખાં વર્ષ સુધી ઓછામાં ઓછા ત્રણ કરોડની ચોખ્ખી વાસ્તવિક (ટેન્જિબલ) અસ્ક્યામતો અગાઉનાં તત્કાળ પાંચ વર્ષમાંથી ઓછામાં ઓછાં ત્રણ વર્ષમાં વહેંચણીપાત્ર નફો અગાઉનાં સંપૂર્ણ ત્રણ વર્ષનાં પ્રત્યેક વર્ષમાં ઓછામાં ઓછા રૂપિયા એક કરોડની નેટવર્થ (ચોખ્ખી સંપત્તિ) ઈશ્યુનું કદ ઈશ્યુ પૂર્વેની નેટવર્થના પાંચ ગણા કરતાં વધવું ન જોઈએ. કંપનીના નામમાં જો કોઈ ફેરફાર થયો હોય તો અગાઉના એક વર્ષની આવકના ઓછામાં ઓછી 50ટકા આવક નવા નામે શરૂ કરાયેલી નવી પ્રવૃત્તિમાંથી મળવી જરૂરી છે. વૈકલ્પિક માર્ગો સારી ગણાતી ઘણી કંપનીઓ એક યા બીજા કારણસર પાત્રતાના બધા જ નિયમોનું પાલન કરવા સમર્થ બની શકતી નથી એ માલૂમ પડ્યા પછી આવી કંપનીઓને બીજા બે વૈકલ્પિક માર્ગો ઉપલબ્ધ છે: વિકલ્પ-1: ઈશ્યુ બુક બિલ્ડિંગ રૂટ મારફતે કરી શકાય, જેમાં ઓછામાં ઓછા 50 ટકા શેર્સ ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યુશનલ બાયર્સ (ક્યુઆઈબી)ને ફરજિયાત ફાળવવા પડે છે. (બી) ઈશ્યુ પછીની લઘુતમ ફેસ વેલ્યુ કેપિટલ રૂ. 10 કરોડ હોવી જોઈએ અથવા ઓછામાં ઓછાં બે વર્ષ સુધી ફરજિયાત માર્કેટ-મેકિંગ થવું જોઈએ.અથવા વિકલ્પ-2: પ્રોજેક્ટનું નાણાસંસ્થાઓ/શિડ્યુલ કમર્શિયલ બેંકો મૂલ્યાંકન કરે છે અને તેઓ 15 ટકાની મર્યાદા સુધી એમાં સામેલ થાય છે. એમાંથી ઓછામાં ઓછા 10 ટકા પ્રોજેક્ટનું મૂલ્યાંકનકર્તાઓ તરફથી આવે છે. ઈશ્યુ પછીની લઘુતમ ફેસ વેલ્યુ કેપિટલ રૂ.10કરોડની હોવી જરૂરી છે અથવા ઓછામાં ઓછા બે વર્ષ સુધી ફરજિયાત માર્કેટ મેકિંગ કરવું જરૂરી છે. ઉપરોક્ત પાત્રતા નિયમોનું પાલન કરવા ઉપરાંત કંપનીએ તેના ઈશ્યુમાં ઓછામાં ઓછા 1000 સંભવિત એલોટીઓ (જેમને શેર્સ ફાળવવામાં આવ્યા હોય) ધરાવવાનો માપદંડ પણ સંતોષવાનો રહે છે. પાત્રતાના નિયમોમાંથી હસ્તીઓની ચોક્કસ શ્રેણીને મુક્તિ હસ્તીઓની નીચેની શ્રેણીઓ પાત્રતાના નિયમોમાંથી મુક્તિ મેળવવાને હકદાર છે. 1949ના બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ હેઠળ સ્થપાયેલી સ્થાનિક વિસ્તારની બેંક સહિત કોઈ બેન્કિંગ કંપની બેન્કિંગ કંપનીઝ એક્ટ, 1970 હેઠળ સ્થપાયેલી કોઈ નવી બેન્ક કોઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની જેના પ્રોજેક્ટનું કોઈ જાહેર નાણાસંસ્થા (પીઆઈએફ)એ મૂલ્યાંકન કર્યું હોય ઓછામાં ઓછા 5 ટકા પ્રોજેક્ટ ખર્ચના નાણાં કોઈ પણ જાહેર નાણાસંસ્થાએ પૂરાં પાડ્યાં હોય. કોઈ લિસ્ટેડ કંપનીનો રાઈટ ઈશ્યુલઘુતમ પબ્લિક શેરહોલ્ડિંગના નિયમો બીએસઈ લિસ્ટિંગ એગ્રીમેન્ટના ક્લોઝ 40એમાં એવી જોગવાઈ છે કે ઈશ્યુ પછીની પેઈડ અપ કેપિટલના ઓછામાં ઓછા 15ટકા ‘જનતા’ પાસે (એટલે કે પ્રમોટર અને પ્રમોટર ગ્રુપ સિવાયના) રહેવા જોઈએ. સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ (રેગ્યુલેશન) રુલ્સના રુલ 19(2)(બી) મુજબ દરેક વર્ગની સિક્યોરિટીના ઓછામાં ઓછાં 25 ટકા ભરણા માટે જનતાને ઓફર કરવા જોઈએ. જોકે ઓછામાં ઓછા 10 ટકા પણ ઓફર કરી શકાય, પરંતુ એ માટે નીચેની ત્રણ શરતોનું પાલન થવું જરૂરી છે: ઓછામાં ઓછી 2 એમએમ સિક્યોરિટીઝ (રિઝર્વેશન્સ, ફર્મ એલોટમેન્ટ અને પ્રમોટર કોન્ટ્રિબ્યુશનને બાદ કરતાં) જનતાને ઓફર કરવી જરૂરી છે. લઘુતમ ઓફર સાઈઝ - રૂ.100કરોડ 60 ટકા ક્યુઆઈબી લિસ્ટિંગ એગ્રીમેન્ટના ક્લોઝ 40એ મુજબ લિસ્ટિંગ થયા પછી સાતત્યપૂર્ણ પબ્લિક શેરહોલ્ડિંગ જાળવી રાખવું જરૂરી છે. સાતત્યપૂર્ણ ધોરણે પબ્લિક શેરહોલ્ડિંગનો લઘુતમ સ્તર જાળવી રાખવાની ઉપરોક્ત શરત સરકારી કંપનીઓને (1956ના કંપનીઝ એક્ટની કલમ 617 હેઠળ કરાયેલી વ્યાખ્યા મુજબ) ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓને (2009ના સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સના ચેપ્ટર-2, ક્લોઝ 14(4) હેઠળ કરાયેલી વ્યાખ્યા પ્રમાણે) અને બોર્ડ ફોર ઈન્ડસ્ટ્રિયલ એન્ડ ફાઈનાન્શિયલ રિકન્સ્ટ્રક્શનને સોંપવામાં આવેલી કંપનીઓને લાગુ થશે નહીં. નોંધઃ 1956ના કંપનીઝ એક્ટની કલમ 617 ગવર્નમેન્ટ (સરકારી) કંપનીની વ્યાખ્યા આ મુજબ કરે છે – ગવર્નમેન્ટ એવી કોઈ પણ કંપની કે જેમાં ઓછામાં ઓછી 51 ટકા પેઈડ-અપ કેપિટલ કેન્દ્ર સરકાર અથવા બીજી કોઈ રાજ્ય સરકાર કે સરકારો ધરાવતી હોય અથવા આંશિકપણે કેન્દ્ર સરકાર અને આંશિકપણે એક કે વધુ રાજ્ય સરકારો ધરાવતી હોય અને એમાં એવી કોઈ કંપની સમાવિષ્ટ હોય જે આ રીતે વ્યાખ્યાયીત ગવર્નમેન્ટ કંપનીની સબસિડિયરી છે. સ્ત્રોત: ઈન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ