ઇ-ગ્રામ પંચાયતની વિવિઘ કામગીરીને ઇન્ફોણર્મેશન ટેકનોલોજીના અમલ દ્વારા અદ્યતન, સુવ્ય વસ્િથત, સમયબદ્ઘ, સરળ, ઝડપી, ક્ષતિરહિત અને પારદર્શક બનાવવી. ગ્રામ્યજનોને જરૂરી માહિતી, પ્રમાણ૫ત્ર, વિવિઘ કચેરીઓનાં ફોર્મસ, અરજીના નમૂના વિગેરે ઉ૫લબ્ઘ કરાવવા. શહેરમાં નાગરિકોને મળતી ઇ-સેવાઓ જેવી ઇ-સેવાઓ ગ્રામજનોને ૫ણ ઇ-ગ્રામ પંચાયત દ્વારા પૂરી પાડવી. ગ્રામપંચાયત દ્વારા બી.પી.એલ. લાભાર્થીઓને પસંદગી વઘુ પારદર્શક અને નિયમોનુસાર હાથ ધરવી. મિલ્કત આકારણી અને વેરા વસુલાતની કામગીરી સરળ બનાવવી. પંચાયતી રાજની વિવિધ યોજનાઓનું આયોજન, સમીક્ષા અને અમલીકરણને વઘુ અસરકારક બનાવવું. ઇન્ટરનેટની સુવિધા દ્વારા છેવાડાના ગ્રામજનોને તાલુકા, જીલ્લા, રાજય, દેશ તથા વિશ્વ સાથેના જોડાણથી ગ્રામજનોના જીવન ધોરણમાં ૫રિવર્તન અને ગતિશીલતા લાવવી. સ્ત્રોત: પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ