ગુજરાતના ગ્રામજનોને વિશ્વજનોની હરોળમાં લાવવા વર્તમાન ગુજરાત સરકાર કટિબદ્ઘ છે અને એટલે ગુજરાતના ગામડાંઓનું આદ્યુનિકરણ કરી લોકોના જીવનમાં કોમ્યુ ગુજટર દ્વારા નૂતન પ્રભાતના અજવાળાં પાથરવાનું ઘ્યેંય નકકી કર્યુ છે એ માટે ઇ-ગ્રામ વિશ્વગ્રામનો મેઘધનુષી આદર્શ રજુ કરી એને અમલમાં મૂકયો છે. કોમ્પ્યુટરોથી ધબકતાં શહેરોની હરોળમાં હવે ગામડાંઓ ૫ણ આવવા લાગ્યાં છે. ગુજરાત સરકાર ગ્રામપંચાયત, તાલુકાપંચાયત અને જીલ્લાપંચાયત અને જીલ્લાપંચાયતોને સચિવાલય, ગાંઘીનગર સાથે કોમ્પ્યુટરની મદદથી નેટવર્ક દ્વારા સાંકળી રહેલ છે આ માટે જરૂરી હાર્ડવેર અને સોફટવેર સાથેની અન્ય સાઘન સામગ્રી રાજય સરકાર પૂરાં પાડી રહી છે. શહેરી વિસ્તારમાં મળી રહેલ ઇ-સેવાઓ જેવી ઇ-સેવાઓ ગ્રામપંચાયત ખાતે આ૫વાનો રાજય સરકારે નિર્ઘાર કરેલ છે. આમ, ઇ-ગ્રામ સેવા ગ્રામપંચાયતની કચેરીનું નાભિસ્થાન બનશે. આ ઉ૫રાંત ગ્રામપંચાયતની કચેરીમાં મૂકવામાં આવેલ કોમ્પ્યુટર ૫રથી ગામના લોકોને સચોટ, સાચી, ઝડપી માહિતી અને જ્ઞાન મળી રહેશે. આ યોજના અંતર્ગત નિર્ઘારિત સમયમાં ગ્રામ્યજનોને ઇ-સેવાઓ ઘર આંગણે પૂરી પાડી શકાય તે હેતુસર રાજય સરકારે ઇ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીની સ્થા૫ના કરેલ છે. સ્ત્રોત: પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ