ઇગ્રામ વિષે હકીકત બતાવવા મા આવેલ છે " ઇગ્રામ પંચાયત કુલ ૧૩૬૮૫ ગ્રામપંચાયતોને કોમ્પ્યુટર હાર્ડવેર તથા સોફટવેર પૂરા પાડવામાં આવેલ છે. એન.આઇ.સી. ગાંઘીનગર દ્વારા વિકસાવવામાં આવેલ સોફટવેરના ઉ૫યોગથી પ્રથમ તબકકામાં મુખ્યત્વે ઇ-ગ્રામ દ્વારા જન્મ-મરણનું પ્રમાણ૫ત્ર વગેરે અને સરકારી વિવિધ યોજનાઓના ફોર્મસ/ અરજી૫ત્રકોની ઉ૫લબ્ઘતા. ગ્રામ્યકક્ષાએ ખેડૂતને આ૫વાના થતાં ૭/૧૨ અને ૮/અ ના ઉતારા વગેરેની માહિતી તાલુકા જીલ્લા કક્ષાના સર્વર ઉ૫રથી ગ્રામપંચાયત ખાતે ઉ૫લબ્ઘ કરાવવા. રાજયના તમામ તલાટી-કમ-મંત્રીઓને ઇ-ગ્રામ સોફટવેરથી તાલીમબદ્ઘ કરવામાં આવેલ છે. પંચાયતીરાજ સંસ્થાઓના ૫દાઘિકારીઓને કોમ્પ્યુટરની તાલીમ આ૫વામાં આવી રહેલ છે. તાલુકા પંચાયત બે કોમ્પ્યુટર્સ, ટચ સ્ક્રીન કિઓસ્ક અને મેનપાવર સપોર્ટ સાથે તાલુકા ઇન્ફોર્મેશન સેન્ટરની સ્થા૫ના. તાલુકા પંચાયતની કચેરીઓ ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક (GSWAN) સાથે જોડાયેલ છે. ડાયરેકટ ડિજીટલ રિસેપ્શન સિસ્૮મની ટી.વી.ની સગવડતા સાથે વ્યવસ્થા (માહિતીનો પ્રચાર-પ્રસાર તેમજ પંચાયતોના સભ્યો અને કર્મચારીઓની તાલીમ માટે) પ્રથમ તબકકામાં એન.આઇ.સી. ગાંઘીનગર દ્વારા વિકસાવવામાં આવેલ ઇ-પ્રાઇમા સોફટવેર મારફત ગ્રામપંચાયતના હિસાબોની માહિતી તાલુકા પંચાયત ખાતેથી ઓનલાઇન. જીલ્લા પંચાયત તમામ જીલ્લા પંચાયતનું ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક (GSWAN) સાથે જોડાણ. ૪૪ કોમ્પ્યુટર્સ, ટચ સ્ક્રીન કિઓસ્ક અને આસી.પ્રોગ્રામર અને ડેટા- એન્ટ્રીઓ૫રેટર સાથેનો મેનપાવર સપોર્ટ સાથે ઉ૫લબ્ધિ ડાયરેકટ ડિજીટલ રિસેપ્શન સિસ્ટમની ટી.વી.ની સગવડતા સાથે વ્યવસ્થા (માહિતીનો પ્રચાર-પ્રસાર તેમજ પંચાયતોના સભ્યો અને કર્મચારીઓની તાલીમ માટે) જીલ્લા પંચાયત ખાતે વિડીયો કોન્ફરન્સની સગવડતા ઉ૫લબ્ઘ. સ્ત્રોત ; પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ