તમામ ઇ-ગ્રામપંચાયત ખાતેથી જીટુસી (ગર્વમેન્ટ ટુ સીટીઝન) અને બીટુસી (બીઝનેસ ટુ કન્ઝુમયુમર) ઇ-સેવાઓ પૂરી પાડવા બાબત.. તમામ ગ્રામપંચાયતોનું બ્રોડબેન્ડ ઇ-કનેકટીવીટીથી આગામી છ માસમાં જોડાણ લાક્ષણિકતા ૨૫૬ KBPS ની સ્પીડથી VSAT દ્વારા જોડાણ. ગ્રામપંચાયત ખાતે ઇન્ટરનેટ વીડિયો કોન્ફરન્સની સુવિધા. મલ્ટીકાસ્િટંગની સગવડતાથી જીલ્લા કક્ષાએ અથવા રાજય કક્ષાએથી સંબોધન શકય. VOIP ની સગવડતાને કારણે તમામ ગ્રામપંચાયતો એક-બીજા સાથે વિના મુલ્યે વાત કરી શકશે. આ સગવડતાથી જીવંત પ્રસારણ રાજયકક્ષાએથી અથવા જીલ્લા કક્ષાએથી શકય બનશે તથા ગ્રામપંચાયત ખાતે પંચાયતના સદસ્યશ્રીઓને જરૂરી જાણકારી/માહિતી/ તાલીમ પૂરી પાડી શકાશે. ઇ-ગ્રામપંચાયત ખાતે ઇ-કનેકટીવીટી આધારીત સાયબર સેવા પૂરી પાડવાની કામગીરી હાથ ધરેલ છે. આગામી છ માસમાં તમામ ગ્રામપંચાયતો ઇ-કનેકટીવીટી હેઠળ આવરી લેવામાં આવશે. સાયબર સેવા અંતર્ગત ખેતી વિષયક માહિતી, શૈક્ષણિક વિષયક માહિતી, આરોગ્ય વિષયક માહિતી, રોજગાર વિષયક માહિતી વગેરે ગ્રામપંચાયત ખાતે ઉ૫લબ્ઘિ. ગ્રામપંચાયત ખાતે ઓનલાઇન અરજીની સગવડ ફરિયા નિવારણની સગવડ, બી.પી.એલ. યાદી તેમજ જુદા જુદા સરકારી વિભાગની નાગરિક સબંઘિત સુવિધાઓ પ્રમાણ૫ત્ર, ઠરાવ સૂચનાઓ, વિવિધ યોજનાઓની ઇ-સેવાની ૫ણ ઉ૫લબ્ધિ આ ઉ૫રાંત ખાનગી કં૫નીઓની ઇ-સેવાની ૫ણ ઉ૫લબ્ઘિ થશે. વઘુમાં ખેતી વિષયક (પાકના રોગ), આરોગ્ય વિષયક (ટેલી મેડિસિન) વગેરે વિષય ઉ૫ર વીડિયો કોન્ફરન્સનું આયોજન. ગ્રામ કોમ્યુફરન્ટર સાહસિક ઇ-ગ્રામ પંચાયતના સફળ સંચાલન અર્થે ગામના ખાનગી ગ્રામ કોમ્પ્યુટર સાહસિકની સેવાઓ ઇ-ગ્રામ પંચાયત ખાતે મેળવવા અંગેની માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવેલ છે. આ અંગેની મહત્વની બાબતો નીચે મુજબ છે. ૫બ્લિક -પ્રાઇવેટ-પાર્ટનરશી૫ (PPP) નું આદર્શ ઉદાહરણ. ઇ-સેવાઓ માંથી થતી આવકના આધારે આવક વહેંચણીના ધોરણે કામગીરી. ગ્રામપંચાયત ખાતે ગામના યુવાન/યુવતી માટે સ્વરોજગારીની તક ઉભી થશે. ગ્રામ કોમ્પ્યુટર સાહસિકની ગ્રામપંચાયત ખાતે સતત ઉ૫લબ્ધિને કારણે ગ્રામ્યજનોને ઇ-ગ્રામ સેવાઓ સમયસર પૂરી પાડી શકાશે અને ગ્રામપંચાયતની આવકમાં વધારો થશે. ગ્રામ કોમ્પ્યુટર સાહસિકની મુખ્ય ફરજો ગ્રામ્યજનોને ઇ-સેવાઓ જેવી કે જન્મ-મરણનું પ્રમાણ૫ત્ર, આવકનો દાખલો, જાતિનો દાખલો વગેરે તથા વિવિધ વિભાગોની યોજનાઓના ફોર્મસ /અરજી૫ત્રકો પૂરા પાડશે. ઇન્ટરનેટ આધારિત સાયબર સેવાઓ જેવી કે વિવિધ માહિતી મેળવવા માટે ઇન્ટરનેટ સર્ફિગ, ઇ-મેઇલ મોકલવા/મેળવવા સબંઘિત કામગીરી વગેરે પૂરી પાડશે. ગ્રામપંચાયતની કચેરી સબંધિત રેકોર્ડની ડેટા-એન્ટ્રી અને રેકર્ડ અ૫ડેટ કરવા માટેની કામગીરી કરશે. ભવિષ્યમાં, ઇ-ગ્રામ પંચાયત ખાતે વીજળી અને ટેલીફોનના બીલ, વીમા અને ટપાલ સબંધિત સેવાઓ પૂરી પાડવા જેવી કામગીરી કરવાની રહેશે. સ્ત્રોત : પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ